ફ્લાવર – બટાકાનું અથાણું
 • 303 Views

ફ્લાવર – બટાકાનું અથાણું

Ingredients - સામગ્રી

 • 1 કિલો ફ્લાવરનાં ઉપરનાં ફૂલ
 • 1 કિલો બટાકા
 • 400 ગ્રામ સરસિયાનું તેલ
 • 200 ગ્રામ મીઠું
 • 200 ગ્રામ ગોળ
 • 200 ગ્રામ સરકો (વિનેગર)
 • 150 ગ્રામ આદું
 • 150 ગ્રામ લસણ
 • 50 ગ્રામ ખાંડેલી રાઈ
 • 50 ગ્રામ મરચું
 • દરેક વસ્તુ 2 ચમચી – જીરુંનો ભૂકો, તજનો ભૂક, લવિંગનો ભૂકો, મરીનો ભૂકો, હળદર અને 1 ચમચી એલચીનો ભૂકો

Method - રીત

ફ્લાવરના ઉપરના ફૂલના મોટા કટકા કરવા. બટાકાને3 છોલી ગોળ પૈતાં કરી, પાણીમાં થોડી વાર પલાળી રાખવાં. એક વાસણમાં તેલ મૂકી, તેમાં વાટેલું આદું અને વાટેલું લસણ નાંખવું. શેકવું. પછી તેમાં ફ્લાવર અને બટાકા નાંખી, અધકચરા બફાય એટલે ઉતારી લેવું. તેમાં મીઠું, હળદર, રાઈનો ભૂકો, જીરું-લવિંગ-તજ-મરી અને એલચીનો ભૂકો નાંખી, હલાવી ઠંડું પાડવું.

એક વાસણમાં સરકો લઈ, તેમાં ગોળ નાંખી, ચાસણી થાય એટલે બટાકાનાં પૈતાં અને ફ્લાવર નાંખવા. થોડીવાર તાપ ઉપર રાખી બરાબર હલાવી ઉતારી લેવું. ઠંડુ પડે એટલે અથાણું બરણીમાં ભરી લેવું. ઢાંકણ અેરટાઈટ રાખવું.

આ અથાણું લાંબા સમય સુધી સારુ રહી શકે છે.