ચોખા, ચણાની દાળ, અડદની દાળ, ધાણા અને જીરુંને ધીમે તાપે શેકી, લોટ દળાવવો. એક વાડકી લોટ હોય તો 1,1/2 વાડકી પાણી લઈ ગરમ કરવું. તેમાં માખણ નાંખવું. ઊકળે એટલે મીઠું, મરચું, તલ નાંખવા. પાણી બરાબર ઉકળે એટલે તેમાં ધીમે ધીમે લોટ નાંખી, હલાવી, ઉતારી, ઢાંકી રાખવું. પછી સાધારણ ઠંડાં થાય એટલે પાણીનો હાથ લઈ મસળી ચકલી પાડી, તેલમાં તળી લેવી.