ચણાદાળની પૂરી
 • 342 Views

ચણાદાળની પૂરી

Ingredients - સામગ્રી

 • 1 ટેબલસ્પૂન મેંદો
 • 1 ટેબલસ્પૂન ઘઉંનો લોટ
 • 1 ટેબલસ્પૂન ચણાનો લોટ
 • 1 ટેબલસ્પૂન રવો
 • 1 ટેબલસ્પૂન બ્રેડક્રમ્બ્સ
 • 1/2 કપ દહીં
 • 20 ગ્રામ બાફેલી ચણાની દાળ
 • 20 ગ્રામ બાફેલી અમેરિકન મકાઇ
 • 10 ગ્રામ બાફેલાં બટાકાનો માવો
 • 1 કપ સમારેલી પાલક
 • 1 ટીસ્પૂન સમારેલું લીલું લસણ
 • 1 ટીસ્પૂન આદું-મરચાની પેસ્ટ
 • 1 કપ સમારેલી કોથમીર
 • 1 કપ પનીરનો ભૂકો
 • 2 ટીસ્પૂન લીંબુનો રસ
 • તેલ- મોણ માટે હળદર મરી પાઉડર મીઠું સ્વાદ પ્રમાણે

Method - રીત

- બાફેલી ચણાની દાળને અધકચરી ક્રશ કરી તેમાં પનીરનો ભૂકો ભેળવો.
- તેમાં મકાઇના બાફેલા દાણા, સમારેલી પાલક, બટાકાનો માવો, લીલું લસણ, આદું-મરચાંની પેસ્ટ નાખીને મિશ્રણ તૈયાર કરવું.
- હવે બધા લોટને ભેગા કરીને તેમાં રવો અને બ્રેડક્રમ્બ્સ ભેળવો.
- તેમાં મરીનો પાઉડર, હળદર, મીઠું અને તેલનું મોણ નાખીને તૈયાર કરેલું મિશ્રણ, લીંબુનો રસ અને દહીં ઉમેરી લોટ બાંધો.
- લુઆ વાળીને જાડી પૂરી વણો અને નોનસ્ટિક લોઢી પર તેલ મૂકીને બંને બાજુ શેકી લો.
- બદામી રંગની થાય એટલે ચા સાથે સ્વાદ માણો.