ચણા જોર ગરમ
  • 628 Views

ચણા જોર ગરમ

Ingredients - સામગ્રી

  • મસાલો – તજ, લવિંગ, સફેદ મરી, ધાણા, જીરું, એલજી, શાહજીરું અને તમાલપત્ર થોડા તેલમાં શેકવાં. શાહજીરું શેક્યા વગર નાંખવું. 2 મરચાંને અલગ તેલમાં શેકીને
  • નાંખવાં. બધું સમભાગે લઈ, બે ચમચા મસાલો બનાવવો. તેમાં સંચળનો ભૂકો અને અનારદાણા ખાંડીને નાંખવા.

Method - રીત

  • એક તપેલીમાં પાણી ઉકાળવું, ઊકળે એટલે મીઠું અને 250 ગ્રામ ચણા નાંખવા. ચણા ઉપર તરી આવે એટલે ઝારીથી કાઢી લેવા. પછીથી એક ચમચો તેલ નાંખી, ઢાંકી બે-ત્રણ કલાક રહેવા દેવાં. પછી કપડા ઉપર પાથરી, ટીપીને ચપડા કરવા. બધા ચણા ચપટા થઈ જાય એટલે પેણીમાં તેલ મૂકી, સારું ગરમ થાય એટલે થોડા થોડા ચણા તળી લેવા. તેલ નીતરી જાય એટલે મીઠું, હળદર અને તૈયાર કરેલો મસાલો નાંખવો.