ચણાને પાણીમાં 7-8 કલાક પલાળી રાખવા. ચણામાં પાણી નાંખી, તેમાં મીઠું, ચાની પોટલી બાંધી નાંખવી અને મોટી એલચી નાંખવી. બફાય એટલે ચણા કાઢી લેવા.
એક વાસણમાં ઘી મૂકી, તેમાં લીલો મસાલો સાંતળવો. પછી તેમાં ટામેટાના કટકા નાંખવા. બરાબર એકરસ થાય એટલે ચણા અને સૂકો મસાલો નાંખવો. થોડું ચણા બાફેલું પાણી નાંખવું. ઘટ્ટ થાય એટલે ઉતારી લેવા. પરોઠા સાથે પીરસવા.