ચણાનું અથાણું
  • 329 Views

ચણાનું અથાણું

Ingredients - સામગ્રી

  • 2,1/ કિલો કેરી – રાજાપુરી અથવા રેષા વગરની
  • અથવા જીણ વગરની
  • 250 ગ્રામ સૂકું લસણ
  • 150 ગ્રામ મીઠું (કેરી અાથવા માટે)
  • 1 કિલો ચણા-સૂકા-પીળા
  • 1,1/ કિલો તલનું તેલ
  • 1 કિલો મેથીનો મસાલો (સંભાર)

Method - રીત

કેરીને ધોઈ, કટકા કરી, મીઠામાં આથી દેવા. જીણ વગરની કેરી હોય તો એક દિવસ અથવા અને જીણવાળી કેરી હોય તો બે દિવસ કટકાને અાથી રાકા. પછી કેરીના કટકા કપડા ઉપર પાથરી કોરા કરવા. ચણાને પાણીમાં એક રાત પલાળી રાખવા. ફૂલી જાય એટલે કપડા ઉપર છૂટા કરી કોરા કરવા.

એક થાળીમાં કેરીના કટકા લઈ, તેલમાં રગદોળી, તેમાં મેથીનો મસાલો નાંખી બરણીમાં ભરવા. લસણની કળી અને ચણાને મસાલામાં રગદોળી તેના ઉપર થર કરવો. ઉપરનો થર કેરીનો રાખવો. તેના ઉપર મેથીનો મસાલો પાથરવો. ત્રીજે દિવસે અથાણું ડૂબે તેટલું તેલ નાંખવું.