ચાટ કચોરી
 • 381 Views

ચાટ કચોરી

Ingredients - સામગ્રી

 • પૂરી માટે –
 • 250 ગ્રામ મેંદો
 • 2 ટેબલસ્પૂન કોર્નફ્લોર
 • મીઠું, ઘી
 • ફિલિંગ માટે –
 • 200 ગ્રામ લીલા વટાણા (ક્રશ કરેલા)
 • 100 ગ્રામ તુવેરના લીલવા (ક્રશ કરેલા)
 • 2 ડુંગળી, 2 કેપ્લીકમ, 1 લીંબુ
 • 1 ટેબલસ્પૂન નાળિયેરનું ખમણ
 • 1 ટેબલસ્પૂન આદું-મરચાંની પેસ્
 • મીઠું, ખાંડ, તેલ, જીરું, હિંગ
 • સજાવટ માટે –
 • 100 ગ્રામ બુંદી
 • 100 ગ્રામ ચણાની ઝીણી સેવ
 • 100 ગ્રામ બટાકા (બાફેલા)
 • 1 ટેબલસ્પૂન કોપરાનું ખમણ
 • 2 ટેબલસ્પૂન ચાટ મસાલો
 • દાડમના લાલ દાણા, લીલા ધાણા
 • લસણ-ટામેટાની ચટણી
 • દહીંનો મસ્કો (મીઠું, ખાંડ, જીરું નાંખીને)

Method - રીત

એક વાસણમાં તેલ મૂકી, ગરમ થાય એટલે જીરું, હિંગ નાંખી, ડુંગળીનું કચુંબર વઘારવું. બદામી થાય એટલે વટાણા-લીલવાનો ભૂકો, કેપ્સીકમની કતરી અને મીઠું નાંખી, ધીમા તાપ ઉપર મૂકવું. બફાય એટલે આદું-મરચાંની પેસ્ટ, નાળિયેરનું ખમણ, લીંબુનો રસ અને ખાંડ નાંખી મિક્સ કરી ઉતારી લેવું.

મેંદામાં કોર્નફ્લોર, મીઠું અને ઘીનું મોણ નાંખી, કણક બાંધી, એક કલાક રહેવા દેવી. પછી કેળવી તેમાંથી નાની પૂરી બનાવી ચાર ખાડા પાડવા. એલ્યુમિનિયમના કાંગરીવાળા ગોળ વાડકી આકારના મોલ્ડ લઈ તેમાં પૂરી દબાવીને મૂકવી. પછી તેલમાં મોલ્ડ તળી લેવા. ઠંડા પડે એટલે તેમાંથી પૂરી કાઢી લેવી.

એક થાળીમાં પૂરીઓ ગોઠવી તેમાં વટાણા–લીલવાનું ફિલિંગ અને બટાકાના કટકા મૂકવા. ઉપર ચાટ મસાલો ભભરાવવો. તેના ઉપર બુંદી, સેવ, કોપરાનું ખમણ અને લીલા ધાણા નાંખવા. ઉપર દાડમના લાલ દાણા મૂકવા. લસણ-ટામેટાની ચટણી અને દહીંનો મસ્કો મૂકી સજાવટ કરવી.

નોંધ – મોલ્ડ ન હોય તો નાની વાડકીનો ઉપયોગ કરી શકાય.