ચટાકેદાર કુરમુરે પૌંઆ
  • 242 Views

ચટાકેદાર કુરમુરે પૌંઆ

Ingredients - સામગ્રી

  • 200 ગ્રામ મમરા
  • ૨૦૦ ગ્રામ લીલાં મરચાં
  • ૩ નંગ સમારેલાં ટામેટાં
  • ૩ નંગ સમારેલી ડુંગળી
  • 1/2 કપ સીંગદાણા
  • 1/2 કપ ઝીણી સેવ
  • 1/2 કપ પાલકની સેવ
  • 1 કપ સમારેલી કોથમીર

 

Method - રીત

- મમરાને એક ચાળણીમાં પાંચ-દસ મિનિટ સુધી પલાળી રાખો.
- ત્યાર બાદ ગેસ ઉપર એક કઢાઇમાં થોડું તેલ ગરમ કરી તેમાં જીરાનો વધાર કરવો.
- તેમાં મીઠો લીમડો નાખીને હળદર, સીંગદાણા, લીલાં મરચાં તેમ જ સમારેલી ડુંગળી નાખીને મિક્સ કરો.
- થોડી વાર સાંતળીને તેમાં સમારેલાં ટામેટાં અને મીઠું ઉમેરવા.
- ત્યાર બાદ પલાળેલા મમરા નાખીને હળવા હાથે હલાવો જેથી મમરા ભાંગી ન જાય.
- તે પછી આંચ પરથી નીચે ઉતારી લો.
- આ ચટાકેદાર કુરમુરે પૌઆને તે ગરમ હોય ત્યારે જ એક બાઉલમાં કાઢી તેના પર પાલક સેવ, ઝીણી સેવ અને કોથમીર ભભરાવીને નાસ્તાનો સ્વાદ માણી શકો છો.