ચટણી પૂરી
  • 933 Views

ચટણી પૂરી

Ingredients - સામગ્રી

  • 250 ગ્રામ ઘઉંનો લોટ
  • મીઠું, હળદર, તેલ
  • રેડ ચટણી -    200 ગ્રામ સિંગદાણા, 200 ગ્રામ નાળિયેરનું ખમણ
  • 50 ગ્રામ સૂકું લસણ,
  • 4 ટેબલસ્પૂન લાલ મરચું, મીઠું અને થોડો ગોળ નાંખી
  • વાટીચટણી બનાવવી. એક નાની ચમચી લીંબુનો રસ નાંખી હલાવી લેવી.

Method - રીત

ઘઉંના લોટમાં મીઠું, ચપટી હળદર અને તેલનું મોણ નાંખી કણક બાંધવી. તેને કેળવી, તેમાંથી પૂરી વણી થોડા ખાડા પાડી, ઉપર ચટણીનું લેયર કરવું. પૂરીને બેવડી વાળી, આજુબાજુની કિનાર થોડું પાણી લગાડી બન્ને બાજુ ચોંટાડી દેવી. બરોબર દબાવી પૂરી વણી, પ્લાસ્ટિકના કટકા ઉપર થોડીવાર છૂટી રાખવી જેથી ફૂલે નહિ. પછી તેલમાં તળી લેવી. ચટણી સાથે સર્વ કરવી.

રેડ ચટણીને બદલે લીલા લસણની લીલી ચટણી લઈ શકાય.