250 ગ્રામ પૌંઆને સાફ કરી, પેણીમાં તેલ મૂકી, તળવા, ફૂલી જાય એટલે ઝારી વડે ચાળણીમાં કાઢી લેવા. ચાળણી નીચે તપેલી રાખવી. જેથી તેલ નીતરી જાય, કોરા પડે એટલે તેમાં મીઠું, મરચું, હળદર, ખાંડ, ગરમ મસાલો, તળેલા સિંગદાણા, તળેલી ચણાની દાળ, તળેલા કાજુ, દ્રાક્ષ, તલ, ખસખસ, બધું નાંખી હલાવવું. થોડા તેલમાં રાઈ, વરિયાળી, અજમો અને હિંગ નાંખી, ચેવડો વઘારવો.