રાઈવાળાં મરચાં
  • 321 Views

રાઈવાળાં મરચાં

Ingredients - સામગ્રી

  • 2,1/2 કિલો લીલાં લાંબા મરચાં
  • 2 કિલો લીંબુનો રસ
  • 400 ગ્રામ રાઈનો પાઉડર
  • 50 ગ્રામ મેથી
  • 2 ટેબલસ્પૂન તેલ
  • મીઠું, હળદર - પ્રમાણસર

Method - રીત

મરચાંને ધોઈ, કોરાં કરી, કાતરીથી એક સરકા કટકા કરવા. મેથીને રતાશ પડતી શેકી, કરકરો ભૂકો કરવો. 1 કિલો લીંબુના રસમાં મીઠું, હળદર, રાઈનો પાઉડર, મેથીનો ભૂકો અને તેલ નાંખી, તેમાં મરચાંના કટકા નાંખી, હલાવી, બરણીમાં ભરી લેવાં. બીજે દિવસે તેમાં 1 કિલો લીંબુનો રસ નાંખવો. અા મરચાં લાંબા સમય સધી લીલા અને કડક રહી શકે છે.