આખાં મરચાં – લસણવાળા
  • 343 Views

આખાં મરચાં – લસણવાળા

Ingredients - સામગ્રી

  • 1 કિલો લીલાં લાંબા મરચાં
  • 200 ગ્રામ રાઈનો પાઉડર
  • 4 લીંબુ
  • 100 ગ્રામ સુકું લસણ
  • 3 ટેબલસ્પૂન તેલ
  • 1 ટેબલસ્પૂન તલ
  • મીઠું, હળદર, જીરું, અાખાં સૂકાં મરચાં
  • થોડોક ગોળ

Method - રીત

મરચાંને ધોઈ, કોરાં કરી, તેમાં કાપ મૂકવો, પછી તેમાં મીઠું અને હળદર ભરી, બરણીમાં મરચાં ભરી, બરણીનું મોઢું ઝીણા કપડાથી બાંધી, બે દિવસ બરણી તડકામાં મૂકવી. ત્રીજે િવસે મરચાંને હળદર-મીઠાંના પાણીમાંથી કાઢી, અલગ રાખવાં. એક થાળીમાં હળદર-મીઠુંનું પાણી કાઢી, તેમાં રાઈનો પાઉડર નાંખી, ખૂબ ફીણવુ. રાઈ સારી ચઢે એટલે તેમાં લીંબુનો રસ નાંખી અને થોડોક ગોળ નાંખી, ફરી ફીણવું. પછી તેમાં લસણની કળીની કટકી અને આથેલાં મરચાં નાંખવાં.

તેલને ગરમ કરી, તેમાં જીરું અાખાં મરચાંના કટકા અને છેલ્લે તલ નાંખી, ઉતારી લેવું. તેલ બરાબર ઠંડું પડે એટલે મરચાંમાં નાંખી, હલાવી, બરણીમાં ભરી લેવાં.

આ અથાણું લાંબા સમય સુધી ટકી શકે છે.