ચોકો ફીરની
  • 385 Views

ચોકો ફીરની

ચોખાને ધોઈ, 7-8 કલાક પલાળી રાખવા. પછી કરકરા વાટી, થોડા પાણીમાં મિક્સ કરવા. એક વાસણમાં દૂધ ઊકળવા મૂકવું. ઊકળે એટલે વાટેલા ચોખા નાંખવા.

Ingredients - સામગ્રી

  • 1/1-2 લિટર દૂધ
  • 100 ગ્રામ બાસમતી ચોખા
  • 100 ગ્રામ ખાંડ
  • 100 ગ્રામ મલાઈ (1 ટીસ્પૂન દળેલી ખાંડ મિક્સ કરી)
  • 1/1-2 ટેબલસ્પૂન ડ્રિંકિંગ ચોકલેટ પાઉડર
  • ચારોળી, સીઝન ફ્રુટ્સ (કેળાં, હાફૂસ કેરી, દ્રાક્ષ, ચીકુ ગમે તે)

Method - રીત

ચોખાને ધોઈ, 7-8 કલાક પલાળી રાખવા. પછી કરકરા વાટી, થોડા પાણીમાં મિક્સ કરવા. એક વાસણમાં દૂધ ઊકળવા મૂકવું. ઊકળે એટલે વાટેલા ચોખા નાંખવા. બફાય એટલે ખાંડ નાંખવી. દૂધ ઘટ્ટ થાય એટલે તેમાં ચોકલેટ પાઉડર દૂધમાં મિક્સ કરી નાંખવો. દૂધ બરાબર ઘટ્ટ થઈ જાય એટલે નીચે ઉતારી જુદી જુદી નાની કટોરીમાં ફીરની ઠારી દેવી. ઠરે એટલે ઉપર 1 ચમચી મલાઈ અને સીઝન ફ્રુટ્સથી સજાવટ કરી રેફ્રીજરેટરમાં મૂકી ઠંડી કરી પીરસવી.આ