ચોકલેટી શિંગ બરફી
  • 435 Views

ચોકલેટી શિંગ બરફી

સીંગદાણાને શેકી, છોડાં કાઢી, કરકરો ભૂકો કરવો. તેમાં દળેલી ખાંડ, માવો અને ઘી નાંખી, ધીમા તાપ ઉપર ગરમ કરવું. મિશ્રણ ઘટ્ટ થાય એટલે એલચીનો ભૂકો નાંખી, ઘી લગાડેલી થાળીમાં ઠારી દેવું.

Ingredients - સામગ્રી

  • 250 ગ્રામ સિંગદાણા
  • 100 ગ્રામ માવો
  • 150 ગ્રામ દળેલી ખાંડ
  • 3 ટેબલસ્પૂન ઘી
  • 1 ટીસ્પૂન એલચીનો ભૂકો
  • ચારોળી, છોલેલી બદામની કતરી
  • ચોકલેટી લેયર માટે – 100 ગ્રામ માવો, 50 ગ્રામ દળેલી ખાંડ,
  • 1/2 કપ દૂધ, 2 ટેબલસ્પૂન ડ્રિંકિંગ ચોકલેટ પાઉડર, 1/2 ટીસ્પૂન કોકો પાઉડર

Method - રીત

સીંગદાણાને શેકી, છોડાં કાઢી, કરકરો ભૂકો કરવો. તેમાં દળેલી ખાંડ, માવો અને ઘી નાંખી, ધીમા તાપ ઉપર ગરમ કરવું. મિશ્રણ ઘટ્ટ થાય એટલે એલચીનો ભૂકો નાંખી, ઘી લગાડેલી થાળીમાં ઠારી દેવું.

માવામાં ખાંડ અને દૂધ નાંખી ગરમ કરવું. પછી તેમાં ડ્રિંકિંગ ચોકટેલ પાઉડર અને કોકો પાઉડર નાંખી, બરાબર મિક્સ કરી, સીંગદાણાની બરફી ઉપર સરખું પાથરી દેવું. ચારોળી અને બદામની કતરીથી સજાવટ કરી, રેફ્રિજરેટરમાં મૂકી ઠરે એટલે કટકા કાપવા.