ચોકલેટ સોસ
  • 870 Views

ચોકલેટ સોસ

એક વાસણમાં ચોકલેટ પાઉડર, કોકો પાઉડર, કોર્નફ્લોર અને ખાંડ બધું ભેગું કરી થોડું પાણી નાંખી મિક્સ કરવું. પછી તેમાં વધારે પાણી નાંખી, પાતળું કરી ધીમા તાપ ઉપર મૂકી સતત હલાવવું.

Ingredients - સામગ્રી

  • 2 ટેબલસ્પૂન ડ્રિંકિંગ ચોકલેટ પાઉડર
  • 2 ટેબલસ્પૂન કોકો પાઉડર
  • 1 ટેબલસ્પૂન કોર્નફ્લોર, 5 ટેબલસ્પૂન ખાંડ
  • 1 ટેબલસ્પૂન માખણ (સફેદ-મોળું)
  • વેનિલા એસેન્સ

Method - રીત

એક વાસણમાં ચોકલેટ પાઉડર, કોકો પાઉડર, કોર્નફ્લોર અને ખાંડ બધું ભેગું કરી થોડું પાણી નાંખી મિક્સ કરવું. પછી તેમાં વધારે પાણી નાંખી, પાતળું કરી ધીમા તાપ ઉપર મૂકી સતત હલાવવું. તેમાં માખણ નાખી જાડું થાય એટલે ઉતારી વેનિલા એસેન્સ નાખવું. અા સોસ સાધારણ ઠંડો પડે એટલે અાઈસક્રીમ ઉપર રેડવો. ચોકલેટ અાઈસક્રીમ ઉપર પણ નાંખી શકાય.