ચટણી પેટીસ
 • 410 Views

ચટણી પેટીસ

Ingredients - સામગ્રી

 • ચટણી
 • 100 ગ્રામ નાળિયેરનું ખમણ
 • 50 ગ્રામ સિંગદાણા
 • 25 ગ્રામ લીલું લસણ, 1 ઝૂડી લીલા ધાણા
 • 8 લીલાં મરચાં, 2 કટકા આદું,
 • 1 લીંબુ, 1 ટેબલસ્પૂન ખાંડ, મીઠું,
 • બધુ વાટી ચટણી બનાવવી.
 • પેટીસ માટે -
 • 1 કિલો બટાકા
 • 6 સ્લાઈસ બ્રેડ
 • મીઠું, તેલ
 • ગ્રેવી માટે -
 • 1 કિલો ટામેટા
 • 1 ટીસ્પૂન જીરું
 • 1 ટીસ્પૂન વરિયાળી
 • 5 લવિંગ, 2 કટકા તજ
 • 50 ગ્રામ કાજુ
 • 25 ગ્રામ નાળિયેરનું ખમણ
 • 2 ટીસ્પૂન ખસખસ
 • 4 કાશ્મીરી રમચાં
 • 1 ડુંગળી, 1 ઝૂડી લીલા ધાણા
 • 3 ટેબલસ્પૂન ટોમેટ કેચઅપ
 • 2 ટેબલસ્પૂન ખાંડ
 • મીઠું, તેલ, હળદર, ચણાની ઝીણી સેવ

Method - રીત

બટાકાને બાફી, છોલી, માવો બનાવવો. બ્રેડની બાજુની કિનાર કાઢી, બાકી કટકા કરવા. બટાકાને માવો, મીઠું અને બ્રેડ નાંખી, ખૂબ મસળી સુંવાળો માવો બનાવવો. તેમાંથી ગોળો લઈ હાથમાં પૂરી થાપવી. જરુર પડે તો થોડો ચોખાનો અથવા મેંદાનો લોટ હાથે લગાડવો. પછી તેમાં તૈયાર કરેલી ચટણી લગાડી મોં બંધ કરી ચપટી પેટીસ વાળવી. નોનસ્ટિક તવા ઉપર અથવા સાદા તવા ઉપર તેલ મૂકી તળી લેવી.

ટામેટાને પાણીમાં બાફી, સૂપના સંચાથી ગાળી સૂપ તૈયાર કરવો. ધાણા, જીરું, વરિયાળી, તજ, લવિંગ બધું કોરું શેકવું. તેમાં કાજુ, નાળિયેનું ખમણ, ખસખસ, કાશ્મીરી મરચાં અને લીલા ધાણા નાંખી મસાલો વાટવો.

એક વાસણમાં તેલ મૂકી તેમાં ડુંગળીનું કચુંબર નાંખવું. બ્રાઉન કલર થાય એટલે તેમાં વાટેલો મસાલો નાંખવો. સુંગધ આવે એટલે ટોમેટો સૂપ, ટોમેટો કેચઅપ, મીઠું, થોડીક હળદર, ખાંડ અને પ્રમાણસર પાણી નાંખવું. જાડું રસાદાર થાય એટલે ઉતારી લેવું.

એક બાઉલમાં બે પેટીસ મૂકી તેના ઉપર ગરમ ગ્રેવી નાંખી, ચણાની સેવ ભભરાવવી.