લીલા કોપરાનો બિરંજ
  • 368 Views

લીલા કોપરાનો બિરંજ

ચોખાને ધોઈ, થોડી વાર પલાળી રાખવા. એક તપેલીમાં પાણી મૂકી, ઉકળે એટલે ચોખા ઓરવા. બફાય એટલે ચાળણીમાં કાઢી, પાણી નિતારી લેવું. ભાત છૂટો બનાવવો. થાળીમાં કાઢી, તેમાં પીળો રંગ નાંખી, ઠંડો પાડવો.

Ingredients - સામગ્રી

  • 2 કપ ચોખા, 5 ટેબલસ્પૂન ખાંડ
  • 1/2 કપ નાળિયેરનું ખમણ
  • 1/2 ટીસ્પૂન એલચીનો ભૂકો
  • 4 ટેબલસ્પૂન ઘી
  • તજ, લવિંગ, પીળો રંગ, ચારોળી - પ્રમાણસર

Method - રીત

ચોખાને ધોઈ, થોડી વાર પલાળી રાખવા. એક તપેલીમાં પાણી મૂકી, ઉકળે એટલે ચોખા ઓરવા. બફાય એટલે ચાળણીમાં કાઢી, પાણી નિતારી લેવું. ભાત છૂટો બનાવવો. થાળીમાં કાઢી, તેમાં પીળો રંગ નાંખી, ઠંડો પાડવો.

બેકિંગ બાઉલમાં ભાત મૂકી તેમાં ખાંડ, નાળિયેરનું ખમણ અને એલચીનો ભૂકો નાંખવો. ઘીમાંતજ, લવિંગનો વઘાર કરી ભાતમા નાંખી, હલાવી દેવો. પ્રિહીટેડ ઓવનમાં 350 ફે. તાપે 15 મિનિટ ચોખા છૂટા થાય ત્યાં સુધી રાખી, પછી કાઢી લઈ ઉપર ચારોળી ભભરાવવી.