કોકોનટ બોલ્સ
 • 97 Views

કોકોનટ બોલ્સ

Ingredients - સામગ્રી

 • 250 ગ્રામ નાળિયેરનું ખમણ
 • 100 ગ્રામ સૂકા કોપરાનું ખમણ
 • 4 લીલાં મરચાં
 • કટકો આદું
 • અડધી નાની ઝૂડી લીલા ધાણા
 • 1 ટેબલસ્પૂન તલ
 • 1 ટીસ્પૂન ખાંડ
 • 1 લીંબુ
 • 100 ગ્રામ મેંદાનો લોટ
 • મીઠું, તેલ – પ્રમાણસર

Method - રીત

નાળિયેરનું ખમણ, સૂકા કોપરાનું ખમણ, લીલાં મરચાં, આદું, લીલા ધાણા અને તલને મિક્સિમાં વાટી નાંખવું. પછી તેમાં મીઠું ખાંડ અને લીંબુનો રસ નાંખી, તેના ગોળા વાળવા. મેંદાના લોટમાં મીઠું નાંખી, પાતળું ખીરું બાંધવું, પછી તેના કોપરાના ખમણના ગોળા બોળી, તેલમાં તળી લેવા. કોપરાની ચટણી સાથે પરસવા.