કોકોનટ ચટણી પરોઠા
 • 303 Views

કોકોનટ ચટણી પરોઠા

Ingredients - સામગ્રી

 • ફિલિંગ માટે –
 • 250 ગ્રામ નાળિયેરનું ખમણ
 • 3 લીલાં મરચાં, કટકો આદું
 • 1 ઝૂડી લીલા ધાણા
 • 1/2 ટીસ્પૂન ખાંડ, 1 લીંબુ
 • મીઠું – પ્રમાણસર
 • ચટણી માટે –
 • 25 ગ્રામ લીલું લસણ, 100 ગ્રામ ધાણા
 • 4 લીલાં મરચાં, કટકો આદું
 • 50 ગ્રામ સિંગદાણા, થોડો ગોળ અને
 • મીઠું નાખી વાટી, ચટણી તૈયાર કરવી.
 • પરોઠા માટે –
 • 250 ગ્રામ ઘઉંનો લોટ
 • 50 ગ્રામ મેંદો
 • ઘી, મીઠું - પ્રમાણસર

Method - રીત

નાળિયેરનું ખમણ, વાટેલાં આદું-મરચાં, લીલા ધાણાને સમારી, ધોઈ, કોરા કરી નાંખવા. તેમાં મીઠું, ખાંડ અને લીંબુનો રસ નાખી, હલાવી, મસાલો બનાવવો.

ઘઉંનો લોટ અને મેંદાનો લોટ ભેગો કરી, મીઠું નાખી ચાળવો. ઘીનું મોણ નાંખી લોટ બાંધવો.

1 કલાક લોટને ઢાંકીને રહેવા દેવો. પછી ઘી લઈ મસળી કણક મુલાયમ બનાવવી. તેમાંથી લૂઓ લઈ તેની રોટલી વણવી. તેના ઉપર ચટણી ચોપડવી. તેના ઉપર કોપરાનો મસાલો ભભરાવવો. બરાબર ગોળ વાળી, પરોઠા વણવા. તવા ઉપર ઘી લગાડી બન્ને બાજુ પરોઠા તળી લેવા.