બટાકાને બાફી, છોલી,માવો બનાવવો. આમાં નાળિયેરનું ખમણ, કાજુની કટકી, વાટેલાં આદું-મરચાં,મીઠું, ખાંડ, લીંબુનો રસ અને લીલા ધાણા નાંખી, કોફ્તા બનાવવા. કોર્નફ્લોરમાં મીઠું નાંખી, પાતળું ખીરું બનાવી, તેમાં કોફ્તા બોળી બ્રેડક્રમસમાં રગદોળી, ઘીમાં તળી લેવા.
નાળિયેરનું ખમણવું. 2 કપ ગરમ પાણી નાખી થોડી વાર રહેવા દેવું. પછી લિક્વિડાઈઝ કરી, નિચોવી, ગાળી નાળિયેરનું દૂધ કાઢવું. તેમાં કોર્નફ્લોર મિક્સ કરવો.
એક તપેલીમાં ઘી મૂકી તેમાં ડુંગળીનું કચુંબર નાંખવું. પછી તેમાં વાટેલો મસાલો સાંતળવો. ઘી ઉપર અાવે એટલે તેમાં નાળિયેરનું દૂધ, મીઠું, ખાંડ, મરચું અને દ્રાક્ષ નાંખી બરાબર ઉકાળવું. ગ્રેવી જાડી લાગે તો થોડું પાણી નાંખવું. ગ્રેવી ઉકળે એટલે તાપ ધીમો કરી ક્રીમ નાંખી, 2 મિનિટ ગેસ ઉપર રાખી ઉતારી લેવું. પીરસતી વખતે એક બાઉલમાં કોફ્તા મૂકી, ઉપર ગરમ ગ્રેવી નાંખવી, થોડો લીંબુનો રસ છાંટવો