કોકોનટ પેટીસ અને કલરફુલ રીગ્ઝ
 • 341 Views

કોકોનટ પેટીસ અને કલરફુલ રીગ્ઝ

Ingredients - સામગ્રી

 • 500 ગ્રામ બટાકા
 • 200 ગ્રામ વર્મીસેલી (મેંદાની સેવ)
 • 100 ગ્રામ બ્રેડક્રમ્સ
 • 2 ટેબલસ્પૂન મેંદો
 • 1 ટેબલસ્પૂન ગરમ મસાલો
 • મીઠું, મરચું, તેલ
 • સ્ટીફીંગ - 100 ગ્રામ લીલા વટાણા (બાફેલા)
 • 100 ગ્રામ તુવેરના લીલવા (બાફેલા)
 • 50 ગ્રામ નાળિયેરનું ખમણ
 • 1 ડુંગળી, 1 કેપ્સીકમ
 • 1 ટીસ્પૂન તલ
 • 1 ટેબલસ્પૂન અાદું-મરચાંની પેસ્ટ
 • 1 ટીસ્પૂન લસણની પેસ્ટ
 • 1/2 ઝૂડી લીલા ધાણા, 1 લીંબુ
 • મીઠું, ખાંડ, તજ, લવિંગ
 • 200 ગ્રામ બટાકા
 • 150 ગ્રામ સાબુદાણા
 • 1 ટેબલસ્પૂન બ્રેડક્રમ્સ
 • 12 ટેબલસ્પૂન મેંદો
 • 1 ટીસ્પૂન આદું-મરચાંની પેસ્ટ
 • મીઠું, તેલ,
 • લીલો, લાલ, પીળો ફૂડ કલર

Method - રીત

બટાકાને બાફી, છોલી, માવો બનાવવો. તેમાં બ્રેડક્રમ્સ, મીઠું, મરચું, ગરમ મસાલો નાંખી, બરાબર હલાવી માવો તૈયાર કરવો.

એક વાસણમાં તેલ મૂકી, તેમાં તજ-લવિંગનો (અધકચરા કરી) વઘાર કરી, ડુંગળીનું કચુંબર વઘારવું. બદામી થાય એટલે આદું-મરચાં-લસણની પેસ્ટ નાંખવી. પછી બાફેલા વટાણા, બાફેલા તુવેરના લીલવા, કેપ્સીકમની કતરી, તલ, નાળિયેરનું ખમણ, મીઠું, ખાંડ નાંખી, હલાવી ઉતારી લેવું. તેમાં લીંબુનો રસ અને લીલા ધાણા નાંખી, પૂરણ તૈયાર કરવું.

બટાકાના માવામાંથી લૂઓ લઈ વાટકી આકાર ગકરી તેમાં પૂરણ ભરી મોટી પેટીસ વાળવી. પેટીસનો આકાર નાળિયેર જેવો લંબગોળ કરવો. મેંદાના લોટમાં પાણી નાંખી પાતળું ખીરુંબનાવી તેમાં નાળિયેર આકારની પેટીસ બોળી, સેવના ભૂકામાં રગદોળી, ધીમા તાપે તેલમાં તળી લેવી. સેવના ભૂકાને લીધે નાળિયેરના રેસા જેવું લાગશે.
સાબુદાણાને છ-સાત કલાક પાણીમાં પલાળી, ફૂલે એટલે કોરા કરવા. તેના ત્રણ ભાગ કરવા. એકમાં લીલો રંગ, બીજામાં લાલ રંગ અને ત્રીજામાં પીળો રંગ નાંખવો. બટાકાને બાફી, છોલી માવો બનાવવો. તેમાં મીઠું બ્રેડક્રમ્સ અને આદું-મરચાંની પેસ્ટ નાંખી હલાવી માવો તૈયાર કરવો. તેમાંથી લૂઓ લઈ, ગોળ, જાડી રિંગ વાળવી. મેંદામાં પાણી નાંખી, પાતળું ખીરું બનાવી તેમાં રીંગ બોળી ઉપર રંગીન સાબુદાણા ચોટાડવા. તેને ધીમા તાપે તેલમાં તળી લેવી. ત્રણ રંગની રિંગ્ઝ (ઈંઢોણી) તૈયાર થશે. એક ડિશમાં રિંગ્ઝ (ઈંઢોણી) મૂકી ઉપર નાળિયેર પેટીસ ગોઠવવી. ઉપરની નાની ચકતી ગાઢી તેના ઉપર લીલી ચટણી રેડી, ચણાની સેવ (અૈચ્છિક) ભભરાવી થોડા દાડમના તાણા મૂકી સજાવટ કરવાથી સુંદર લાગશે.

નોંધ – ફૂડ કલર વપરવાને બદલે પાલકની પેસ્ટ નાંખી, લીલા સાબુદાણા, બીટના કટકાને સૂકવી, ખાંડી પાઉડર બનાવી સાબુદાણામાં નાંખી લાલ સાબુદાણા અને હળદર નાંખી પીળા સાબુદાણા બનાવી શકાય. ફૂડ કલરને બદલે આવી રીતે રંગીન સાબુદાણા બનાવીએ તો વધુ સારુ.