લીલા કોપરાની પેટીસ (ફરાળી)
  • 259 Views

લીલા કોપરાની પેટીસ (ફરાળી)

Ingredients - સામગ્રી

  • 250 ગ્રામ નાળિયેરનું ખમણ
  • 5 લીલાં મરચાં, કટકો આદું
  • 25 ગ્રામ દ્રાક્ષ
  • 25 ગ્રામ કાજુ
  • 1 લીંબુ
  • 1 ઝૂડી લીલા ધાણા
  • 1 કિલો બટાકા
  • 100 ગ્રામ આરારુટ
  • મીઠું, ખાંડ, તેલ - પ્રમાણસર

Method - રીત

નાળિયેરનું ખમળીથી ઝીણું ખમણ કરવું. લીલાં મરચાં અને આદું વાટવાં, પછી નાળિયેરનું ખમણ, વાટેલાં આદું-મરચાં, દ્રાક્ષ, કાજુના ઝીણા કટકા, 1 ચમચી ઝીણી ખાંડ, લીંબુનો રસ, મીઠું અને લીલા ધાણાને ઝીણા સમારી ધોઈ, કોરા કરી નાંખીને મસાલો બનાવવો.

બટાકાને બાફી, છોલી, કપડાથી કોરા કરવા. પછી તેને ઝીણી, લોચા બનાવવો. તેમાં મીઠું અને અારારુટ (થોડો બાજુએ કાઢી) ભેળવી, સારી રીતે કેળવવો. આરારુટવાળો હાથ કરી, કણકમાંથી લૂઆ લઈ, વાડકી આકાર બનાવવો. તેમાં મસાલો મૂકી, બંધ કરી, ગોળ આકારની પેટીસ બનાવવી. પેણીમાં તેલ મૂકી, ગરમ થાય એટલે પેટીસ વાળી લેવી. પીરસતી વખતે ફરી તળાથી (ડબલ ફ્રાય) વધારે સારી પેટીસ બને છે.