કોકોનટ કરી
  • 109 Views

કોકોનટ કરી

Ingredients - સામગ્રી

  • 1 નાળિયેર
  • 50 ગ્રામ બાફેલા વટાણા
  • 1 ડુંગળી, 1 ગાજર, 2 કેપ્સીકમ
  • થોડા લીલા ધાણા
  • 1 ટીસ્પૂન માખણ,
  • 1/2 ટીસ્પૂન કોર્નફ્લોર
  • 1 ટીસ્પૂન ખાંડ, 1 નાનું લીંબુ
  • મીઠું, હળદર, મરચું, તજ-લવિંગ, જીરું

Method - રીત

નાળિયેરનું ખમણ કરવું. તેમાં 2 કપ ગરમ પાણી નાખી થોડીવાર રહેવદેવું પછી મિક્સરમાં વાટી, ગાળી લેવું. જેથી કોરાનું દૂધ નીકળશે. તેમાં કોર્નફ્લોર મિકસ કરવો. એક વાસણમાં માખણ મૂકી, ગરમ થાય એટલે જીરું અને તજ-લવિંગ નાંખવા. વઘાર થાય એટલે ડુંગળીનું કચુંબર નાખવું. બદામી થાય એટલે કોપરાનું દૂધ નાખવું. તેમાં બાફેલા વટાણા, ગાજરનું છીણ કેપ્સીકમની બારીક સળી, મીઠું, હળદર, મરચું, ખાંડ, નાંખી, જાડી થાય એટલે ઉતારી, લીંબુનો રસ અને લીલા ધાણા નાખવા