કલરફુલ ભેળ શાક
 • 774 Views

કલરફુલ ભેળ શાક

Ingredients - સામગ્રી

 • 100 ગ્રામ લીલા વટાણા
 • 100 ગ્રામ ગાજર
 • 100 ગ્રામ ફણસી
 • 100 ગ્રામ બટાકા
 • 100 ગ્રામ કેપ્સીકમ
 • 100 ગ્રામ ડુંગળી
 • 100 ગ્રામ નૂડલ્સ (બાફેલા)
 • 1/2 કપ દૂધ
 • 2 ટેબલસ્પૂન દાળિયાનો ભૂકો
 • 2 ટેબલસ્પૂન કાજુનો ભૂકો
 • 1 ટેબલસ્પૂન આદું-મરચાંની પેસ્ટ
 • 1 ટીસ્પૂન લસણની પેસ્ટ
 • 1/2 ઝૂડી લીલા ધાણા, 1 લીંબુ
 • મીઠું, મરચું, ખાંડ, તેલ, જીરું, હિંગ
 • સજાવટ માટે-    ચણાની ઝીણી સેવ
 • ખમણેલું ચીઝ, કેચપ
 • કોપરાનું ખમણ

Method - રીત

ગાજરને છોલી, વચ્ચેનો ભાગ કાઢી નાના કટકા, ફણસીના રેષા કાઢી કટકા બટાકાને છોલી કટકા, કેપ્સીકમની લાંબી કતરી, અને વટાણા બધું શાક વરાળથી બાફી લેવું.

એક વાસણમાં તેલ મૂકી, તેમાં જીરું અને હિંગ નાંખી ડુંગળીનું કચુંબર વઘારવું. બદામી થાય એટલે આદુ-મરચાં-લસણની પેસ્ટ નાંખવી. પછી બાફેલા શાક, મીઠું, મરચું, ખાંડ અને દાળિયાનો અને કાજુનો ભૂકો દૂધમાં મિકસ કરી નાંખવો. કોરું થાય એટલે ઉતારી, લીંબુનો રસ અને લીલા ધાણા નાંખવા.

એક બાઉલમાં બાફેલા નૂડલ્સમાં થોડું તેલ, મીઠું, અને મરચું નાંખવું.

એક ઉંડી બેકિંગ ડિશમાં પહેલા શાક પાથરવું. તેના ઉપર નૂડલ્સનું લેયર કરવું. ફરી શાકનું લેયર કરી, કેચપ ચારે બાજુ લગાડવો. ઉપર ચણાની સેવ, ખમણેલું ચીઝ, થોડા લીલા ધાણા અને કોપરાનું ખમણ ભભરાવી સજાવટ કરી પ્રિહીટેડ ઓવનમાં પાંચ મિનિટ બેક કરી, કાઢી ગરમ સર્વ કરવું.