કોન કચોરી
 • 305 Views

કોન કચોરી

Ingredients - સામગ્રી

 • કચોરીનો મસાલો –
 • 250 ગ્રામ તુવેરના લીલવા
 • 200 ગ્રામ બટાકા
 • 25 ગ્રામ કોપરાનું ખમણ
 • 1 ઝૂડી લીલા ધાણા
 • 1 ટેબલસ્પૂન તલ
 • 1 ટેબલસ્પૂન ગરમ મસાલો
 • 5 લીલાં મરચાં, 1 લીંબુ
 • 7 કળી લસણ
 • 3 ટેબલસ્પૂન દૂધ
 • મીઠું, ખાંડ, દ્રાક્ષ, તેલ, હિંગ - પ્રમાણસર
 • કોન માટે –
 • 300 ગ્રામ મેંદો
 • 100 ગ્રામ રવો
 • મીઠું, ઘી, તેલ

Method - રીત

મેંદાનો લોટ અને રવો ભેગાં કરી, મીઠું નાખી ચાળવો, તેમાં ગરમ ઘીનું મોણ નાંખી, કણક બાંધી, 1 કલાક ઢાંકીને રહેવા દેવી. પછી ખાંડી, થોડું ઘી લઈ સુંવાળી બનાવવી. લોટના મોટા લૂઆ કરી, પાતળી પૂરી વણવી, કોન મોલ્ડ ઉપર અથવા કુલ્ફીની એલ્યુનિનીયમની કોન આકારની ડબ્બીઓ અાવે છે તેના ઉપર પૂરી લગાડી દેવી. પેણીમાં વધારે તેલ મૂકી, ગરમ થાય એટલે કોન તેમાં મૂકવા, તળાઈ જાય એટલે કાઢી ઠંડા પાડવા. પછી કોનને મોલ્ડથી છરીથી છૂટા કરવા. ડિઝાઈનવાળા કોન કરવા હોય તો મોટી પૂરી વણી, પહોળી પટ્ટીઓ કાપવી. દરેક પટ્ટી ઉપર પાણી લગાડી કોનના બીબા ઉપર લગાડી દેવી. પછી પેણીમાં વધારે તેલ મૂકી, કોન કડક તળી લેવા. ઠંડા પટે એટલે છરીથી કોનને બીબાથી અલગ કરવા. એરટાઈટ ડબ્બામાં ભરી રાખવા. જ્યારે ઉપયોગ કરવો હોય તરત થઈ શકે.

કચોરીનો મસાલો – તુવેલના લીલવાને મિક્ચરમાં મોટો ભૂકો કરવો., બટાકાને બાફી, છોલી, તેની નાની કકડી કરવી. તપેલીમાં થોડું તેલ મૂકી, ગરમ થાય એટલે હિંગ નાંખી, તુવેરના લીલવાનો ભૂકો વઘારવો. તેમાં મીઠું નાંખી, ધીમા તાપ ઉપર મૂકવું. બફાય એટલે તેમાં લીલાં મરચાંના કટકા, તલ, ખાંડ ગરમ મસાલો અને દૂધ ચાંટી, ધીમા તાપ ઉપર સીજવા મૂકવું. બરોબર કોરું થઈ જાય એટલે બટાકાની છડી, અને કોપરાનું ખમણ નાખી, હલાવી, ઉતારી લેવું, લીંબુનો રસ, વાટેલું લસણ, દ્રાક્ષ અને લીલા ધાણાને બારીક સમારી, ધોઈ, તદ્દન કોરા કરી નાખવા. પીરસતી વખતે તૈયાર કરેલા કોનમાં મસાલો ભરી, ઊંડા બાઉલમાં ગોઠવી ટોમેટો સોસ અથવા લીલી ચટમી સાથે આપવા.