લીલા ધાણાની વડી
 • 359 Views

લીલા ધાણાની વડી

Ingredients - સામગ્રી

 • 250 ગ્રામ લીલા ધાણા
 • 300 ગ્રામ ચણાનો લોટ
 • 100 ગ્રામ કણકી કોરમાનો કરકરો લોટ
 • (ઢોકળાનો લોટ)
 • 5 લીલાં મરચાં, કટકો આદું
 • 100 ગ્રામ ખાટું દહીં
 • 2 ટેબલસ્પૂન કોપરાનું ખમણ
 • 1 ટેબલસ્પૂન ખસખસ
 • 2 ટેબલસ્પૂન તલ
 • મીઠું, મરચું, ખાંડ, તેલ, સોડા, હિંગ

Method - રીત

લીલા ધાણાને ઝીણા સમારી, ધોઈ, તેમાં ચણાનો લોટ કણકી કોરમાનો કરકરો લોટ, કોપરાનું ખમણ, વાટેલા આદું-મરચાં, દહીં, ચપટી સોડા, મીઠું, ખાંડ અને તેલનું મોણ નાંખી, લોટ બાંધવો. બેકિંગ ડિશમાં તેલ લગાડી, રોટલો મૂકવો. ઉપર તલ અને ખસખસ ભભરાવી થોડી લાલ મરચાંની ભૂકી છાંટવી. પ્રિહીટેડ ઓવનમાં 3500 ફે. તાપે બેક કરવો. રોટલો ઠંડો પડે એટલે વડી કાપી, લીલી ચટણી સાથે આપવી.