કોથમીરના ગોટા
  • 296 Views

કોથમીરના ગોટા

Ingredients - સામગ્રી

  • 250 ગ્રામ કોથમીર (લીલા ધાણા)
  • 200 ગ્રામ ચણાનો લોટ
  • 100 ગ્રામ કણકી કોરમાનો લોટ
  • 1 ટેબલસ્પૂન અથાણાનો રસો
  • 1 ટીસ્પૂન મેથીનો સંભાર
  • 50 ગ્રામ ખાટું દહીં
  • 2 ટેબલસ્પૂન તલ
  • મીઠું, હળદર, ખાંડ, તેલ, સોડા

Method - રીત

લીલા ધાણાને બારીક સમારી, ધોઈ, નિતારી, તેમાં ચણાનો લોટ, કણકી કોરમાનો લોટ, મીઠું, હળદર, અથાણાનો રસો, મેથીનો સંભાર, ખાંડ, દહીં, તલ, ચપટી સોડા અને તેલનું મોણ નાંખી, ખીરું બાંધી, બે કલાક રહેવા દેવું. પછી તેમાં ગરમ તેલ નાંખી, તેલમાં ભજિયાં તળી લેવાં.