કોર્ન – કોકોનટ પુલાવ
  • 373 Views

કોર્ન – કોકોનટ પુલાવ

Ingredients - સામગ્રી

  • 250 ગ્રામ બાસમતી ચોખા
  • 100 ગ્રામ મકાઈના દાણા (બાફેલા)
  • 25 ગ્રામ નાળિયેરનું ખમણ
  • 1 ડુંગળી, 1 કેપ્સીકમ, 1 લીંબુ
  • 2 ટેબલસ્પૂન નાળિયેરનું દૂધ (જાડું)
  • 1 ટેબલસ્પૂન અાદું-મરચાંની પેસ્ટ
  • 1 ટીસ્પૂન લસણની પેસ્ટ
  • ઘી, મીઠું, મરચું, ખાંડ, તજ, લવિંગ, લીલા ધાણા
  • સજાવટ માટે – કાજુના કટકા (ઘીમાં તળેલા) કોપરાનું ખમણ, દાડમના લાલ દાણા

Method - રીત

ચોખામાં મીઠું અને પ્રમાણસર પાણી નાંખી, છૂટો ભાત બનાવવો અને ઠંડો પાડવો.

એક વાસણમાં ઘી મૂકી, તેમાં તજ, લવિંગનો વઘાર કરી, ડુંગળીનું કચુંબર વઘારવું. બદામી થાય એટલે ઉતારી લેવું પછી તેમાં કેપ્સીકમની પાતળી કતરી, બાફેલા મકાઈના દાણા, નાળિયેરનું ખમણ, મીઠું, મરચું, ખાંડ, અાદું-મરચાં-લસણની પેસ્ટ, લીંબુનો રસ તૈયાર કરેલો ભાત, નાળિયેરનું દૂધ અને થોડા લીલા ધાણા નાંખી, હલાવી ભાત તૈયાર કરવો. પછી પ્રિહીટેડ ઓવનમાં દસેક મિનિટ વાસણ મૂકવું. ભાત બરાબર સિઝાય અને ખીલી જાય એટલે ઓવનમાંથી કાઢી, કાજુના કટકા, કોપરાનું ખમણ અને દાડમના લાલ દાણાની સજાવટ કરવી.