મકાઈનો હલવો
  • 370 Views

મકાઈનો હલવો

અમેરિકન મકાઈનું છીણ કરી, વરાળથી બાફી લેવું. એક તપેલીમાં ઘી મૂકી તેમાં એલચીના દાણાનો વઘાર કરી, બાફેલું મકાઈનું છીણ વઘારવું. સાધારણ શેકી તેમાં દૂધમાં ઘૂંટેલું કેસર નાંખવું. પછીથી માવો

Ingredients - સામગ્રી

  • 250 ગ્રામ અમેરિકન મકાઈનું છીણ
  • 100 ગ્રામ માવો
  • 250 ગ્રામ ખાંડ
  • 2 ટેબલસ્પૂન કાજુનો ભૂકો
  • 2 ટેબલસ્પૂન ક્રીમ
  • 1/2 કપ દૂધ
  • 1 ટીસ્પૂન એલચીનો ભૂકો
  • 1/2 ટીસ્પૂન જાયફળનો ભૂકો
  • ઘી, કેસર, એલચી દાણા, બદામ, પિસ્તાં

Method - રીત

અમેરિકન મકાઈનું છીણ કરી, વરાળથી બાફી લેવું. એક તપેલીમાં ઘી મૂકી તેમાં એલચીના દાણાનો વઘાર કરી, બાફેલું મકાઈનું છીણ વઘારવું. સાધારણ શેકી તેમાં દૂધમાં ઘૂંટેલું કેસર નાંખવું. પછીથી માવો, એલચી-જાયફળનો ભૂકો,કાજુનો ભૂકો અને ખાંડ નાંખવી. ઘટ્ટ થાય એટલે તેમાં ક્રીમ નાંખી, ઉતારી થાળીમાં ઘી લગાડી, હલવો ઠારી દેવો. છોલેલી બદામની કતરી અને પિસ્તાંની કતરીથી સજાવટ કરવી.