કોર્ન સ્લાઈસ
 • 349 Views

કોર્ન સ્લાઈસ

Ingredients - સામગ્રી

 • પૂરણ માટે –
 • 1 ડઝન મકાઈ
 • 1 કપ દૂધ
 • 3 લીલાં મરચાં, 1 લીંબુ
 • 1 ટેબલસ્પૂન તલ
 • 1/2 ટીસ્પૂન તજનો ભૂકો
 • 1/2 ટીસ્પૂન લવિંગનો ભૂકો
 • 1/2 ટીસ્પૂન મરીનો ભૂકો
 • 2 ટેબલસ્પૂન કોપરાનું ખમણ
 • 1 નાની ઝૂડી લીલા ધાણા
 • મીઠું, ખાંડ, તેલ – પ્રમાણસર
 • પડ માટે –
 • 250 ગ્રામ ચણાનો લોટ
 • 100 ગ્રામ ઘઉંનો લોટ
 • મીઠું, મરચું, તેલ

Method - રીત

મકાઈને છીણી, થોડા આખા દાણા રહ્યા હોય તેને વાટી લેવા. એક તપેલીમાં તેલ મૂકી, તેમાં હિંગ નાંખી, મકાઈનો ભૂકો બરાબર બદામી રંગ થાય ત્યાં સુધી સાંતળવો. પછી મીઠું, દૂધ, ચપટી ખાંડ, લીલાં મરચાંના કટકા અને તલ નાંખી, ધીમા તાપ ઉપર સીજવા મૂકવું. તેમાં તજ-લવિંગ-મરીનો ભૂકો નાખી, ઉતારી, કોપરાનું ખમણ, લીંબુનો રસ અને લીલા ધાણા નાંખવા.

ચણાનો અને ઘઉંનો લોટ ભેગો કરી, તેમાં મીઠું, થોડુંક મરચું અને તેલનું મોણ નાંખી, કઠણ કણક બાંધવી. તેમાંથી પાતળો મોટો રોટલો વણી, તેના ઉપર મકાઈનું પૂરણ પાથરી, વીંટો વાળવો. બધા વીંટા તૈયાર થાય એટલે ઢોકળાં જેમ વરાળથી બાફી લેવા. ઠંડા પડે એટલે તેમાં કાપા કરી ગરમ ઓવનમાં 350 ફે..તાપે 15-20 મિનિટ બેક કરવા. કડક થાય એટલે કાઢી, ઠંડા પડે એટલે કાપા પાડેલા હોય ત્યાંથી છરીથી સ્લાઈસ કાપવી. સાથે ટોમેટો કેચપ આપવો.