કોટેજ ચીઝ સલાડ
  • 473 Views

કોટેજ ચીઝ સલાડ

Ingredients - સામગ્રી

  • 250 ગ્રામ કોટેજ ચીઝ
  • 1/2 ટીન પાઈનેપલ સ્લાઈસ
  • 2 સફરજન
  • 100 ગ્રામ લીલી નાની દ્રાક્ષ (બી વગરની)
  • 1 કાકડી, 1 કેપ્સીકમ
  • 2 પાકાં ટામેટાં
  • 1/2 કપ ક્રીમ
  • 1/2 કપ અખરોટના કટકા
  • મીઠું, મરીનો ભૂકો, ખાંડ, લેટ્યૂસનાં પાન

Method - રીત

કોટેજ ચીઝમાં પાઈનેપલના કટકા, એક સફરજનના કટકા, થોડી લીલી દ્રાક્ષ, અખરોટના કટકા, મીઠું, ખાંડ અને મરીનો ભૂકો નાંખી, તૈયાર કરવું. એક ડિશમાં લેટ્સનાં પાન મૂકી, વચ્ચે ચીઝ મૂકવું. પછી સફરજનની ચીરીઓ (લીંબુનો રસ નાંખીને) અને લીલી દ્રાક્ષ ચીઝની આજુબાજુ ગોઠવવાં. કેપ્સીકમની રિંગ, ટામેટાંની સ્લાઈસ અને છોલેલી કાકડીનાં ગોળ પૈતાંથી સજાવટ કરવી. ઉપર ક્રીમ પાથરી, થોડું પાઈનેપલનું સીરપ રેડી, ફ્રિજમાં મૂકી, ઠંડું કરવું.