દહીંના સમોસાં
 • 455 Views

દહીંના સમોસાં

Ingredients - સામગ્રી

 • પૂરણ માટે –
 • 500 ગ્રામ દહીં
 • 3 બટાકા (બાફેલા)
 • 1 ટીસ્પૂન ગરમ મસાલો
 • 1/2 ટીસ્પૂન જીરુનો ભૂકો
 • 1/2 ટીસ્પૂન લાલ મરચું
 • 1/2 ટીસ્પૂન ખાંડ
 • મીઠું – પ્રમાણસર
 • પડ માટે –
 • 250 ગ્રામ મેંદો
 • 100 ગ્રામ ઘઉંનો લોટ
 • મીઠું, ઘી - પ્રમાણસર

Method - રીત

દહીંને કપડામાં બાંધી, ચાર-પાંચ કલાક લટકાવી રાખવું. બધું જ પાણી નીતરી જાય અને મસ્કો તૈયાર થાય એટલેકાઢી, તેમાં બટાકાનો માવો, મીઠું, જીરુંનો ભૂકો, ખાંડ અને મરચું નાંખી, હલાવી પૂરણ તૈયાર કરવું.

મેંદા અને ઘઉંનો લોટ ભેગો કરી, તેમાં મીઠું અને ઘીનું મોણ નાંખી ઠંડા પાણીથી કણક બાંધવી. તેમાંથીપૂરી બનાવવી. તેના બે ભાગ કરવા. આ કટકાને પાનના બીડાની જેમ વાળી પૂરણ ભરી, સમોસા વાળવા, તેને ઘીમાં તળી લેવા.ફુદિનાની ચટણી સાથે પીરસવા.

ફુદિનાની ચટણી – 25 પાન, 1 કાચી કેરી, 1 ચમચી જીરું, મીઠું, 3 લીલાં મરચાં, કટકો આદું, 5 કળી લસણ અને 1 ચમચી ખાંડ નાંખી વાટી ચટણી બનાવવી.