દાબેલી
  • 401 Views

દાબેલી

Ingredients - સામગ્રી

  • 12 નંગ બ્રેડ બન્સ
  • 500 ગ્રામ બટાકા
  • 50 ગ્રામ ખારી સિંગ
  • 1 ટેબલસ્પૂન આદું-મરચાંની પેસ્ટ
  • 1 નાની ઝૂડી લીલા ધાણા, 1 લીંબુ
  • 1 દાડમ – લાલ દાણાનું
  • મીઠું, તેલ, માખણ – પ્રમાણસર
  • લાલ ચટણી – 25 ગ્રામ સિંગદાણા, 7 કળી લસણ, 1 ટેબલસ્પૂન લાલ મરચું, મીઠું અને થોડોક ગોળ નાંખી, વાટી ચટણી બનાવવી.
  • લીલી ચટણી – 25 ગ્રામ દાળિયા, 1/2 ઝૂડી લીલા ધાણા, 2-3 લીલાં મરચાં, કટકો આદું, લીલું લસણ, મીઠું અને થોડી ખાંડ નાખી, વાટી, લીલી ચટણી બનાવવી.

Method - રીત

બટાકાને બાફી, છોલી, માવો બનાવવો. તેમાં મીઠું, આદું-મરચાંની પેસ્ટ, લીલા ધાણા અને લીંબુનો રસ નાંખી પૂરણ તૈયાર કરવું.

બન્સના વચ્ચેથી કાપી, બે ભાગ કરવા. પછી તવા ઉપર થોડું માખણ મૂકી, શેકી લેવા. તેના એક ભાગ ઉપર લાલ ચટણી લગાડવી, તેના ઉપર બટાકાનો માવો મૂકવો. પાંચ-છ ખારી સિંગ ને થોડા દાડમના લાલ દાણા મૂકવા. પછી બનના બીજા પડ ઉપર લીલી ચટણી લગાડી, ઉપર મૂકી, ટૂથપિક લગાડવી.

નોંધ – દાડમના દાણા અંદર મૂકવાને બદલે દાબેલી તૈયાર થાય એટલે ઉપર થોડી ચટણી લગાડી ચણાની સેવ અને દાડમના દાણાથી સજાવટ કરી શકાય.