અડદની દાળને રાત્રે પાણીમાં પલાળી, સવારે વાટવી, તેમાં મીઠું નાંખી, ફીણી વડા થાપીને તેલમાં તળી લેવાં. કાણાવાળાં કરવાં. હોય તો ભીના રુમાલ ઉપર થાપી, વચ્ચે કાણું કરી, પછી તેલમાં તળી લેવા. એક તપેલીમાં પાણી ભરી, તેમાં વડાં બોળી, હાથથી દબાવી, પાણી કાઢી, થાળીમાં ગોઠવવા. એક ડિશમાં વડૂં મૂકી, તેના ઉપર તૈયાર કરેલું દહીં નાંખવું. તેના ઉપર ખજૂર-આબલીની ચટણી નાખી, લાલ મરચાંની ભૂકી છાંટવી.
દહીં બનાવવાની રીત – 1 લિટર દૂધમાં ઉકાળવા મૂકવું. થોડા ઠંડા દૂધમાં 2 ટીસ્પૂન કોર્નફ્લોર મિક્સ કરી, દૂધમાં નાખવો. દૂધ જાડું થવા અાવે એટલે ખાંડ નાખવી. થોડીવાર ઉકાળી ઉતારી લેવું. એક કાચના બાઉલમાં 1 ટેબલસ્પૂન દહીં મૂકી, બરાબર હલાવી એકરસ કરી બાઉલની નીચે અને ચારેબાજુ લગાડી દેવું. તેમાં સાધારણ ગરમ દૂધ નાંખી, સારી રીતે હલાવી બરાબર ભેળવી દેવું. ઢાંકીને ગરમ જગ્યાએ મૂકવું. જામી જાય એટલે થોડીવાર ફ્રિજમાં મૂકવું. પછી તેમાં મીઠું અને શેકેલા જીરુનો ભૂકો અને હિંગ નાખી વઘાર કરવો.