ડાકોરના ગોટા
  • 792 Views

ડાકોરના ગોટા

Ingredients - સામગ્રી

  • 100 ગ્રામ ઘઉંનો કરકરો લોટ
  • 250 ગ્રામ ચણાનો લોટ
  • 1 ટેબલસ્પૂન તલ
  • થોડાં આદું-મરચાં
  • 100 ગ્રામ દહીં
  • 1 ટીસ્પૂન ખાંડ
  • 1/2 ટીસ્પૂન સોડા
  • થોડાં મરી અને આખા ધાણા
  • મીઠું, મરચું, હળદર, તેલ - પ્રમાણસર

Method - રીત

ઘઉં અને ચણાનો લોટ ભેગો કરી, તેમાં મીઠું, મરચું, હળદર,આખા ધાણા,મરી, તલ, વાટેલાં આદું-મરચાં, દહીં, ખાંડ, સોડા અને તેલનું મોણ નાંખી, દૂધથી ખીરું બાંધી,બે-ત્રણ કલાક રહેવા દેવું. પછી પેણીમાં તેલ મૂકી, ગરમ થાય એટલે એક ચમચો તેલ ખીરામાં નાંખી, હલાવી, પાણીમાં હાથ બોળી, ખીરામાંથી ગોળ મોટા ગોટા બનાવી, તેલમાં તળી લેવા.