ધાણાને થોડા તેલમાં શેકવા. બધી જ વસ્તુને થોડા તેલમાં જુદી જુદી શેકવી. તલ અને ખસખસને તેલ વગર શેકવાં. સૂકા કોપરાને છીણી, થોડા તેલમાં શેકવું.
ધાણાને થોડા તેલમાં શેકવા. બધી જ વસ્તુને થોડા તેલમાં જુદી જુદી શેકવી. તલ અને ખસખસને તેલ વગર શેકવાં. સૂકા કોપરાને છીણી, થોડા તેલમાં શેકવું. સૂકાં અાખા મરચાંને તેલમાં ધીમે તાપે સાંતળવા. શાહજીરું શેક્યા વગર નાંખવુ. બધું, ખાંડી, ચાળી, બરણીમાં ભરી લેવું. મસાલો બનાવવો હય તેને અાગલે દિવસે બધી વસ્તુ શેકીને રાખવી, જેથી તેલ સુકાઈને કોરી થઈ જાય અને ખાંડવામાં હરકત પડે નહિ. અા મસાલો દરેક ફરસાણ, દાળ, શાક વગેરેમાં વપરાય છે. વધારે દિવસ રાખવો હોય તો કોપરું, તલ અને ખસખસને અંદર ન નાંખતાં જુદાં રાખવાં.