દાલબાટી (રાજસ્થાની વાનગી)
  • 2508 Views

દાલબાટી (રાજસ્થાની વાનગી)

Method - રીત

4 કપ ઘઉંના કરકરા લોટમાં થોડું મીઠું અને 1/2 કપ ગરમ ઘીનું મોણ નાંખી કઠણ લોટ બાંધવો. તેમાંથી લૂઓ લઈ, દાબી વચ્ચે અંગૂઠાથી દાબી બાટી તૈયાર કરવી. ગ્રીઝ કરેલી થાળીમા બાટી મૂકી, તાંદુરમાં 20 મિનિટ થવા દેવું. તાપ ધીમો કરી, બાટી થાળીમાંથી કાઢી, તાંદૂરની જાળી પર મૂકી ફરી 5 મિનિટ રાખવું. પછી ગરમ ઘીમાં બાટી બોળી કાઢી લેવી. તાંદુરને બદલે ઓવનમાં બાટી શેકી, ઘી લગાડી મૂકી રાખવી.

તુવેર, ચણા, મગ અને મસૂરની દાળ 250 ગ્રામ લેવી. એક વાસણમાં પાણી ઉકાળી બધી દાળ અને મીઠું નાંખવું. બફાય એટલે હળદર, ગરમ મસાલો, વાટેલાં અાદું-મરચાં નાંખવા.રાઈ,જીરું અને તમાલપત્રનો વઘાર કરી, દાળમાં નાંખવો. પછી 2 ટામેટાના કટકા, આમચૂર પાઉડર અને લીલા ધાણા નાંખવા.બાટીની સાથે ગરમ દાળ પીરસવી.