દાળનું ડાંગેલું
 • 917 Views

દાળનું ડાંગેલું

Ingredients - સામગ્રી

 • 1 કપ ચોખા
 • 1 કપ ચોળાની દાળ
 • 1 કપ ચણાની દાળ
 • 1/2 કપ મગની દાળ
 • 1/2 કપ અડદની દાળ
 • 1/2 કપ તુવેરની દાળ
 • 1/2 કપ જુવાર
 • બલસ્પૂન તલ
 • 1 કપ ખાડું દહીં
 • 1/2 કપ શેકેલા સિંગદાણાનો ભૂકો
 • 5 લીલાં મરચાં, કટકો આદું
 • 7 કળી લસણ, 2 ડુંગળી
 • 1 નાનીઝૂડી લીલા ધાણા
 • 2 ટેબલસ્પૂન કોપરાનું ખમણ
 • મીઠું, મરચું, હળદર, ખાંડ
 • ચપટી બેંકિંગ સોડા, તેલ,રાઈ, હિંગ

Method - રીત

ચોખાને ધોઈને સૂકવવા. ચોળાની દાળ, ચણાની દાળ, મગની દાળ, અડદની દાળ, તુવેરની દાળ અને જુવાર બધું અલગ રતાશ પડતું શેકવું. બધું ભેગુ કરી કરકરો લોટ દળાવવો. તેમાં મીઠું, હળદર, ચપટી સોડા, થોડી ખાંડ, થોડા તલ, દહીં અને તેલનું મોણ નાંખી સાધારણ ગરમ પાણીથી ખીરું બાંધી, છ-સાત કલાક આથી રાખવુ.પછી તેમાં શેકેલા સિંગદાણાનો ભૂકો, વાટેલાં આદું-મરચાં, વાટેલું લસણ અને લીલાં ધાણા નાંખવા. નીચેથી સપાટ ડબ્બામાં વધારે તેલ લગાડી ખીરું ભરવું. ડુંગળીની લાંબી પાતળી ચીરીઓ કરી, તેલમાં બદામી રંગની તળી ખીરા ઉપર પાથરવી. તેના ઉપર થોડા તલ,કોપરાનું ખમણ અને થોડા લીલા ધામા નાંખી, થોડી મરચાંની ભૂકી છાંટવી. પછી તેલમાં રાઈ,હિંગ નાંખી, વગાર થાય એટલે ખીરા ઉપર રેડી દેવો. ગરમ ઓવનમાં 350 ફે. તાપે 30-35 મીનીટ બેક કરવું. બન્ને પડ લાલ થાય એટલે કાઢી લેવું. તેના કટકા કરી, દહીંની ચટણી સાથે પીરસવું. કેકપાત્રમાં પણ ડાંગેલું બનાવી શકાય.