દમણી ઢોકળા
 • 575 Views

દમણી ઢોકળા

Ingredients - સામગ્રી

 • 250 ગ્રામ ચોખા – જૂના
 • 100 ગ્રામ બાજરી
 • 100 ગ્રામ મગની દાળ
 • 100 ગ્રામ ચણાની દાળ
 • 100 ગ્રામ તુવેલની દાળ
 • 50 ગ્રામ અડદની દાળ
 • 100 ગ્રામ ચણા
 • 100 ગ્રામ દહીં
 • 25 ગ્રામ કોપરાનું ખમણ
 • 5 લીલાં મરચાં, કટકો અાદું
 • 1 ઝૂડી લીલા ધાણા
 • 1 ટેબલસ્પૂન તલ
 • મીઠું, મરચું, હળદર, ખાંડ, સોડા, તેલ, રાઈ
 • હિંગ, અજમો, વડનાં પાન

Method - રીત

બધું અનાજ ભેગું કરી, કરકરો લોટ દળાવવો. ચણા બાફીને જુદા રાખવા. લોટમાં મીઠું, મરચું, દહીં, થોડી ખાંડ, સોડા અને તેલનું મોણ નાંખી, સાધારણ ગરમ પાણીથી ખીરું બાંધી,લગભગ 20 કલાક આથી રાખવું. ઉનાળામાં જલદી આથો આવશે.આ ઢોકળાનું ખીરું કઠણ રાખવું.આથો આવે એટલે હળદર, વાટેલાં આદું-મરચાં, તલ અને બાફેલા ચણા નાંખવાં. વડના પાનનાં બીડાં બનાવી, તેમાં તેલ ચોપડી, ખીરું ભરી, બીડાંને વરાળથી ઢોકળાં જેમ બાફવાં, બરાબર બફાય એટલે કાઢી, ઠંડાં પડે એટલે પાનના બીડામાંથી ઢોકળાં કાઢી, કટકા કરી, ઉપર લીલા ધાણા અને કોપરાનું ખમણ ભભરાવી, મરચાંની થોડી ભૂકી છાંટવી. ઉપર તેલમાં રાઈ, હિંગ, અને થોડો અજમો નાંખી, વઘાર કરવો.