ખજૂર બાસુદી
  • 373 Views

ખજૂર બાસુદી

ખજૂરનાં બી કાઢી, કટકા કરી, થોડા દૂધમાં 4 કલાક પલાળી રાખવું. પછી લિક્વિડાઈઝરમાં વાટી લેવું.

Ingredients - સામગ્રી

  • 500 ગ્રામ ખજૂર
  • 1 લિટર દૂધ
  • વેનિલા એસેન્સ, ચારોળી
  • સીઝન ફ્રુટ્સ

Method - રીત

ખજૂરનાં બી કાઢી, કટકા કરી, થોડા દૂધમાં 4 કલાક પલાળી રાખવું. પછી લિક્વિડાઈઝરમાં વાટી લેવું.

એક તપેલીમાં બાકી રહેલું દૂધ ઊકળવા મૂકવું, ઊકળે એટલે ખજૂરનો માવો નાંખવો. જાડું થાય એટલે ઉતારી વેનિલા એસેન્સ અને ચારોળી નાંખવા. હાફસ કેરી, કેળાં, ચીકું, લીલી દ્રાક્ષ, રાયણ, સંતરા જેવા કોઈ પણ સસ્તાં સીઝન ફ્રુટ્સના કટકા નાંખી બાસુદી પીરસવી.

નોંધ – ખજૂર લાલ અને ગળ્યું હોય તો ખાંડની જરુર પડતી નથી. જરુર હોય તો દૂધ ઉકાળતી વખતે પ્રમાણસર ખાંડ નાંખવી.