ડેટ ફ્લુમરી
  • 553 Views

ડેટ ફ્લુમરી

ખજૂરનાં બી કાઢી, પાણીથી ધોઈ, કટકા કરી, થોડા દૂધમાં પલાળી રાખવું. નરમ થાય એટલે ગ્રાઈન્ડરમાં વાટી, માવો તૈયાર કરવો.

Ingredients - સામગ્રી

  • 500 ગ્રામ ખજૂર
  • 1 લિટર દૂધ
  • 2 ટેબલસ્પૂન ખાંડ (જરુર હોય તો)
  • 1 ટેબલસ્પૂન ડ્રિંકીગ ચોકલેટ પાઉડર
  • બદામ, ચારોળી, અખરોટ, ક્રીમ

Method - રીત

ખજૂરનાં બી કાઢી, પાણીથી ધોઈ, કટકા કરી, થોડા દૂધમાં પલાળી રાખવું. નરમ થાય એટલે ગ્રાઈન્ડરમાં વાટી, માવો તૈયાર કરવો.

એક તપેલીમાં દૂધ ઉકળવા મૂકવું. તેમાં ખાંડ નાંખી, જાડું થાય એટલે ઉતારી ચોકલેટ પાઉડર નાંખી, હલાવવું. ઠંડું પડે એટલે ખજૂરનો માવો મિક્સ કરી દેવો. પછી છોલેલી બદામની કાતરી, અખરોટના બારીક કટકા અને ચારોળી નાખી રેફ્રિજરેટરમાં મૂકી ઠંડું કરવું. અાપતી વખતે ક્રીમ નાંખવું. ખજૂર સારું અને ગળ્યું હોય તો ખાંડની જરુર પડતી નથી.