ખજૂરનું હલવાસન
  • 405 Views

ખજૂરનું હલવાસન

ખજૂરને એક કલાક દૂધમાં પલાળી રાખવું. પોચું થાય એટલે બી કાઢી, મિક્સરમાં વાટી લેવું. દૂધને ગરમ કરી,

Ingredients - સામગ્રી

  • 1 લિટર દૂધ
  • 400 ગ્રામ ખજૂર
  • 3 ટેબલસ્પૂન ખાંડ
  • 11/2 ટેબલસ્પૂન ઘઉંનો કરકરો લોટ
  • 1 ટેબલસ્પૂન ગુંદરનો ભૂકો
  • 1 ટીસ્પૂન એલચીનો ભૂકો
  • 1 ટીસ્પૂન જાયફળનો ભૂકો
  • ઘી, ચારોળી, ચાંદીના વરખ, થોડું દહીં

Method - રીત

ખજૂરને એક કલાક દૂધમાં પલાળી રાખવું. પોચું થાય એટલે બી કાઢી, મિક્સરમાં વાટી લેવું. દૂધને ગરમ કરી, એક ઉભરો અાવે એટલે દહીંને ફીણીને થોડું થોડું ઉકળતા દૂધમાં નાંખવું અને હલાવતા જવું. એક વાસણમાં ઘી લઈ, તેમાં ઘઉંનો કરકરો લટ એસકવો. ઘઉંના લોટમાં ગુંજર નાંખવો. ગુંદ અને લોટ શેકાઈ જાય એટલ ઉકળતા દૂધમાં નાંખવો. ખજૂરનો માવો નાંખી,દૂધને ધીમા તાપ ઉપર ઊકળવા દેવું. પિત્તળની તપેલીમાં ખાંડ નાંખી, ધીમા તાપે શેકવી. બ્રાઉન કલર થાય એટલે ઊકળતા દૂધમાં નાંખવી. ઘટ્ટ થાય એટલે એલચી-જાયફળનો ભૂકો નાંખી, તપેલીથી છૂટું પડે અને ગોળો થાય એટલે ઉતારી ઠંડું થાય એટલે નાના લૂઅા લઈ ગોળ વાળવા. ઉપર ચાંદીના વરખ લગાડવા અથવા બદામને ગરમ પાણીમાં પલાળી, છોડાં કાઢી તેની કાતરી અને ચારોળી લગાડવી.