ખજૂરના લાડુ
  • 438 Views

ખજૂરના લાડુ

ખજૂરનાં બી કાઢી, મિક્સરમાં વાટી માવો બનાવવો. સિંગદાણાને શેકી, છોડાં કાઢી, ભૂકો કરવો. નાળિયેરનું ખમણ બનાવવું. ખજૂરનો માવો, સિંગદાણાનો ભૂકો, નાળિયેરનું ખમણ ઘીમાં જુદાં જુદાં શેકી ભેગાં કરવું.

Ingredients - સામગ્રી

  • 250 ગ્રામ ખજૂર
  • 250 ગ્રામ સિંગદાણા
  • 250 ગ્રામ નાળિયેરનું ખમણ
  • 250 ગ્રામ ગોળ
  • 1 ટેબલસ્પૂન કાજુનો ભૂકો
  • 1 ટેબલસ્પૂન બદામ અથવા અખરોટનો ભૂકો
  • 1/2 ટીસ્પૂન એલચીનો પાઉડર
  • 1/2 ટીસ્પૂન જાયફળનો પાઉડર
  • ઘી, ખસખસ - પ્રમાણસર

Method - રીત

ખજૂરનાં બી કાઢી, મિક્સરમાં વાટી માવો બનાવવો. સિંગદાણાને શેકી, છોડાં કાઢી, ભૂકો કરવો. નાળિયેરનું ખમણ બનાવવું. ખજૂરનો માવો, સિંગદાણાનો ભૂકો, નાળિયેરનું ખમણ ઘીમાં જુદાં જુદાં શેકી ભેગાં કરવું.

એક વાસણમાં ઘી મૂકી, ગોળ કાપીને નાખવો. ગોળ ઓગળે અને ગોળનો પાયો થાય એટલે તેમાં ખજૂરનું મિશ્રણ નાંખવું. પછી કાજુ-બદામનો ભૂકો અને એલચી-જાયફળનો પાઉડર નાખી બરાબર મિક્સ કરી ઉતારી લેવું. હાથે ઘી લગાડી ગોળ લાડુ વાળવા. એક ડિશમાં ખસખસ મૂકી, લાડુ ઉપર ખસખસની ઓછી છાંટ અાવે તેમ રગદોળવા.

નોંધ – પાર્ટી વખતે ખસખસને લાલ-લીલા-પીળા રંગમાં રંગી પછીથી લાડુ ખસખસ ાં રગદોળવા. અાથી રંગીન લાડુ અાકર્ષક લાગશે.