ખજૂરની રસમલાઈ
  • 574 Views

ખજૂરની રસમલાઈ

એક વાસણમાં દૂધ ઊકળવા મૂકવું. થોડું જાડું થાય એટલે ખાંડ નાંખવી. કેસરને વાટી, દૂધમાં ઘૂંટી અંદર નાંખવું. બાસુદી જાડી થાય એટલે એલચીનો ભૂકો નાંખી ઉતારી લેવું.

Ingredients - સામગ્રી

  • 1 લિટર દૂધ
  • 100 ગ્રામ ખજૂર
  • 25 ગ્રામ માવો
  • 25 ગ્રામ નાળિયેરનું ખમણ
  • 25 ગ્રામ દળેલી ખાંડ + 3 ટીસ્પૂન ખાંડ
  • 2 ટેબલસ્પૂન શિંગોડાનો લોટ
  • ઘી, કેસર, બદામ, પિસ્તાં, ચારોળી, એલચી

Method - રીત

એક વાસણમાં દૂધ ઊકળવા મૂકવું. થોડું જાડું થાય એટલે ખાંડ નાંખવી. કેસરને વાટી, દૂધમાં ઘૂંટી અંદર નાંખવું. બાસુદી જાડી થાય એટલે એલચીનો ભૂકો નાંખી ઉતારી લેવું.

ખજૂરના બી કાઢી, મિક્સરમાં વાટવું. તેમાં માવો, નાળિયેરનું ખમણ અને દળેલી ખાંડ નાંખી નાના બોલ્સ બનાવી શિંગોડાના પાતળા ખીરામાં બોળી, ઘીમાં તળી લેવાં. એક ડિશમાં બાસુદી કાઢી, તેમાં ખજૂરના બોલ્સ મૂકવા. ઉપર છોલેલી બદામ-પિસ્તાની કતરી અને ચારોળીથી સજાવટ કરી, ફ્રિજમાં મૂકી, રસમલાઈ ઠંડી કરવી.