ખજૂરના ઠળિયા કાઢી, તેના કટકા કરી, થોડા દૂધમાં બે-ત્રણ કલાક પલાળી રાખવું. બરાબર નરમ થઈ જાય એટલે વાટી નાંખવું. થાળીમાં સ્ટીલની ચાળણી ઊંધી મૂકી,
ખજૂરના ઠળિયા કાઢી, તેના કટકા કરી, થોડા દૂધમાં બે-ત્રણ કલાક પલાળી રાખવું. બરાબર નરમ થઈ જાય એટલે વાટી નાંખવું. થાળીમાં સ્ટીલની ચાળણી ઊંધી મૂકી, ખજૂરના માવાને છીણી નાંખવો. જેથી છોડાં રહ્યાં હોય તો નીકળી જાય. કિચન માસ્ટરમાં પણ છીણી શકાય.
દહીને કપડામાં બાંધી રાખવું. બધું પાણી નીકળી જાય એટલે મસ્કાને કપડામાંથી કાઢી, તેમાં ખજૂરનો માવો, ખાંડ, એલચીનો ભૂકો અને ચારોળી નાંખી ખૂબ હલાવવું. ખજૂરના ગળપણ પ્રમાણે ખાંડના માપમાં ફેરફાર કરવો.