અડદની દાળ અને ચોખાને પલાળી,વાટી, તેમાં મીઠું,આદું-મરચાં અને તેલનું મોણ નાંખી ફીણી તેનાં વડાં બનાવી તેલમાં તળી લેવાં. મેંદાના લોટમાં મીઠું અને તેલનું મોણ નાંખી,કણક બાંધી પૂરી બનાવવી. કાપા પાડી તેલમાં કડક તળી લેવી.
એક વાસણમાં તેલ મૂકી,તેમાં તજ-લવિંગ (અધકચરા કરી)નો વઘાર કરી બટાકાના કટકા ફણગાવેલા મગ, ચણા,મીઠું,મરચું અને ચાટ મસાલો નાંખી, હલાવી ઉતારી લેવું. તેમાં બુંદી અને પૂરીના કટકા નાંખવા. એક બાઉલમાં વડા મૂકી, આજુબાજુ ભેળ મૂકી, ઉપર દહીંનો મસ્કો,લસણની ચટણી અને ખજૂરની ચટણી રેડવી, ઉપર સેવ ભભરાવી સજાવટ કરવી.