ઢોકળા
  • 379 Views

ઢોકળા

Ingredients - સામગ્રી

  • 500 ગ્રામ જૂના ચોખા
  • 300 ગ્રામ અડદની દાળ
  • 100 ગ્રામ ખાટું દહીં
  • મીઠું,આદું, મરચાં, સોડા, તેલ, ખાંડ - પ્રમાણસર

Method - રીત

ચોખાને ધોઈને સૂકવવા. તેમાં અડદની દાળ નાંખી કરકરો લોટ દળાવવો. પછી તેમાં દહીં અને થોડી ખાંડ નાંખી, નવશેકા પાણીથી ખીરું બાંધવું અને આથી રાખવું. અા ઢોકળાનો આથો જલદી આવે છે. એટલે ઋતુ પ્રમાણે આથો આવે ત્યાં સુધી આથી રાખવું. પછી મીઠું, વાટેલાં આદુ-મરચાં અને તેલને ગરમ કરી, તેમાં થોડા સોડા નાંખી, હલાવી પંચરવ ઢોકળાંની રીતે ઢોકળાં ઉતારવા.