ઢોકળા (પંચરવ)
  • 323 Views

ઢોકળા (પંચરવ)

Ingredients - સામગ્રી

  • 1, 1/2 કિલો જૂના ચોખા
  • 500 ગ્રામ અડદની દાળ
  • 250 ગ્રામ ચણાની દાળ
  • 250 ગ્રામ તુવેરની દાળ
  • 150 ગ્રામ ખાટું દહીં
  • 7 મરચાં, 2 કટકા આદું
  • મીઠું, મરચું, સોડા, થોડો ગોળ, તેલ - પ્રમાણસર

Method - રીત

ચોખાને ધોઈને તડકે સૂકવવા. બરાબર સૂકાઈ જાય એટલે તેમાં અડદની દાળ,ચણાની દાળ અને તુવેરની દાળ નાંખી, બધું ભેગું કરી, કરકરું દળાવવું. પછી તેમાં મીઠું, ચપટી સોડા, દહીં, થોડો કાતરેલો ગોળ અને તેલનું મોણ નાંખી, નવશેકા પાણીથી ખીરું બાંધવું.ખીરું થોડી વાર ફીણી (હાથથી ઉંચુનીચું કરી) ઢાંકણ ઢાંકી ગરમ જગ્યાએ 24 કલાક અાથી રાખવું. ઉનાળો હોય તો 10-12 કલાકમાં પણ અાથો અાવી જશે. એટલે ઋતુ પ્રમાણે તેમાં ફેરફાર કરવો. અાથો અાવીને લોટ ઊંચો આવે એટલ તેમાં વાટેલા અાદું-મરચાં અને એક વાડકીમાં થોડું તેલ ગરમ કરી તેમાં ચપટી સોડા નાંખી, ઉપર થોડી મરચાંની ભૂકી છાંટી ઢોકળાના સંચામાં વરાળથી ઢોકળાં બાફી લેવાં. થાળી કાઢી, થોડી વાર ઊભી મૂકી રાખવી, પછી કટકા કરી લેવા.