ખારેકનું અથાણું રીત-1
 • 247 Views

ખારેકનું અથાણું રીત-1

Ingredients - સામગ્રી

 • 500 ગ્રામ ખારેક
 • 2 ક લીંબુનો રસ
 • 2 ટીસ્પૂન મીઠું
 • 500 ગ્રામ ખાંડ
 • 1 ટેબલસ્પૂન મરીનો ભૂકો
 • 1 ટેબલસ્પૂન તજનો ભૂકો
 • 1 ટેબલસ્પૂન લવિંગનો ભૂકો
 • 1 ટેબલસ્પૂન રાઈનો ભૂકો
 • 1 ટીસ્પૂન પીપરનો ભૂકો
 • 1 ટીસ્પૂન સંચળનો ભૂકો

Method - રીત

ખારેકને ધોઈ, લીંબુનાં રસમાં મીઠું, નાંખી, એક દિવસ પલાળી રાખવી. ફૂલી જાય એટલે તેના ઠળિયા કાઢી, કટકા કરવા.

એક વાસણમાં ખાંડ નાંખી, તે ડૂબે તેટલું પાણી નાંખી ઉકળવા મૂકવું. થોડો લીંબુનો રસ નાખી, મેલ કાઢવો. ચાસણી બેતારી થાય એટલે તેમાં ખારેકના કટકા નાંખવા. પછી તેમાં મરીનો ભૂકો, તજ-લવિંગનો ભૂકો, રાઈ ભૂકો, પીરરનો ભૂકો અને મીઠું નાંખી ઉતારી લેવુ. ઠંડું પડે એટલે સંચળને ભૂકો નાંખી, હલાવી બરણીમાં ભરી લેવું.