ખારેકને પાણીમાં પલાળી રાખવી. પોચી થાય એટલે પાણીમાંથી કાઢી, કોરી કરી, વચ્ચેથી કપી બી કાઢી નાંખવા.
આદુંને છોલી, ધોઈ, છીણી લેવું. પછી તેમાં 25 ગ્રામ રાઈનો પાઉડર, અામચૂર પાઉડર, મરીનો-તજનો-લવિંગનો વરિયાળીનો ભૂકો નાંખી, હલાવી, ખારેકમાં ભરવું અને દોરીથી બાંધી દેવી. એક બરણમાં ખારેક ભરી, તે ડૂબે તેટલો લીંબુનો રસ નાંખવો. તેમાં મીઠું, ખાંડ, બાકી રહેલો રાઈનો પાઉડર અને સંચળ નાંખી, બરણીનું મોઢું કપડાથી બાંધી, બરણી તડકામાં મૂકવી. અથાણું રોજ ચમચાથી હલાવવું. ખાંડની ચાસણી થાય અને રસો જાડો થાય એટલે અથાણું તૈયાર થયું સમજવું.